ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ…

અમદાવાદ : ગુજરાતમાં હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ભારે વરસાદની આગાહી કરી છે. જયારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

અમદાવાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.

ડીપ ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે

અરબી સમુદ્રમાં ઉભી થયેલા ડીપ ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. જયારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ડીસામાં સૌથી વધુ 2.05 ઇંચ વરસાદ, સુત્રાપાડામાં 1.8 ઇંચ, વેરાવળમાં 1.8 ઇંચ વરસાદ, તાલાલામાં 1.8 ઇંચ, બાવળામાં 1.6 ઇંચ, રાધનપુર અને ધોળકામાં 1.5 ઇંચ, માંગરોળ અને વિસાવદરમાં 1.4 ઇંચ વરસાદ, વઢવાણ, વાલિયા,ભેસાણમાં 1.3 ઇંચ વરસાદ, માળીયા હાટીના અને ભચાઉમાં 1.2 ઇંચ વરસાદ, દાંતીવાડા, કોડીનાર ,મેંદરડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો…કમોસમી વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિ: ખેડૂતોને ભાવ અને નુકસાનનો બેવડો માર…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button