આવતીકાલે કચ્છમાં અતિભારે અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને પણ ધમરોળશે!

અમદાવાદ: અષાઢ મહિનાના પ્રારંભે જ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ૧૮૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દ્વારકામાં એટલે કે 2.44 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે જાંબુઘોડામાં 2.4 ઈંચ વરસાદ પડ્યો હતો. લખપતમાં 1.89 ઈંચ, પોરબંદરમાં 1.85 ઈંચ, ભરૂચમાં 1.81 ઈંચ, ચીખલીમાં 1.73 ઈંચ, વસલાડમાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે અને હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

૩ જુલાઇ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત
આગામી ૩ જુલાઇ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ૨૯ જૂનના રોજ ગુજરાત રિજનના આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અતિભારે વરસાદની સંભાવના
ત્યારબાદ હવામાન વિભાગના બુલેટિન અનુસાર, ગુજરાત રિજનના નવસારી, વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં એકલદોકલ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, ગુજરાત રિજનના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.