Gujarat માં સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો, આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો છે. જયારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. માણાવર, વીંછિયા, માણિયા હટિના, માંગરોળમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ન્યારી – 2 ડેમમાં 70 ટકા પાણી ભરાયેલ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી – 2 ડેમમાં 70 ટકા પાણી ભરાયેલ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના ઘટમાં આવેલા પડધરી તાલુકાના ખામટા ગામના તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી અને મહિસાગર ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
Also Read –