આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat@46: ચામડી દઝાડતી ગરમીથી ગુજરાત ત્રાહિમામ

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આપણે સામાન્ય રીતે ચામડી દઝાડતી ગરમી કે તાપ એમ બોલીએ છીએ, પરંતુ અમદાવાદમાં બપોરે બહાર નીકળતા લોકોએ વાસ્તવમાં ચામડી દાઝ્યાનો કે ડામ દીધાનો અનુભવ કર્યો છે. ખાસ કરીને પગપાળા કે ટૂ વ્હીલરમાં બહાર નીકળતા લોકો માટે આ ગરમી ભારે આકરી સાબિત થઈ રહી છે.

અમદાવાદમાં ગઈકાલે તાપમાનનો પારો 45.6 હતો જે આજે વધીને 46 ડિગ્રીની ઉપર ચાલ્યો ગયો છે અને અનુભવ 47 ડિગ્રી જેટલો થઈ રહ્યો છે. મા6 અમદાવાદ જ નહીં મહેમદાબાદ, ખેડા, પણ 47 ડિગ્રી ગરમીનો અનુભવ કરી રહ્યા છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ 44, રાજકોટ 43, સુરેન્દ્રનગર 43 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે.

આ પણ વાંચો : મેક્સિકોમાં પણ કાળઝાળ ગરમી? 138 વાનરોના ગરમીએ લીધા જીવ

રાજ્યભરમાં લૂ લાગવાને લીધે બીમાર પડતા લોકોની સંખ્યા વધી રહી છે. એક અહેવાલ અનુસાર અમદાવાદમાં 40 ડિગ્રીથી વધારે ગરમી બાદ મૃત્યુની સંખ્યામાં 30 ટકાનો વધારો થાય છે.


રાજ્યભરમાં હજુ 26 મે સુધી આવી સ્થિતિ રહે તેવી આગાહી કરવામાં આવી છે. સરકારે ઘણી તકેદારી રાખવા જણાવ્યું છે. આ સાથે બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોને બપોરે 1થી 4 સુધી રજા આપવાનો પરિપત્ર બહાર પાડ્યો છે, પરંતુ શહેરની મોટાભાગની ગરીબ અને મધ્યમવર્ગની જનતા માટે ગરમીથી રક્ષણ મેળવવાનું અઘરું બની રહ્યું છે.
અમદાવાદની ગરમી Shahrukh Khanને પણ ભારે પડી છે અને તેને પણ હીટસ્ટ્રોકને લીધે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button