ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવશે, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવી રહી છે, તેમાં પણ બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા સંકેતો અપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ દીવમાં બે દિવસ હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ અલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની પણ અધિકારીઓએ સલાહ આપી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી. વિભાગે કહ્યું છે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD દ્વારા 13 રાજ્યોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌથી તીવ્ર હીટવેવ ગંગા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ, ઓડિશાના ભાગોમાં જોવા મળશે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમ રાતનો સામનો કરવો પડશે.
સૌરાષ્ટ્રના પાંચ વિસ્તારોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પણ વટાવી ગયો હતો, સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગરમી મહુવામાં 41.4 ડિગ્રી નોંધાઈ હતી. અરબ દેશો દુબઈ ઓમાન વગેરે ભાગોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 29 એપ્રિલ આસપાસ આવશે. આ વખતે પણ ઓમન દુબઈમાં ભારે વરસાદ રહેશે, તેની અસરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન થઈને ભારત પર આવવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 10 શહેરોમાં મહત્તમ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી દીધો હતો. જેમાં મધ્ય ગુજરાત અને કચ્છ – સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. રવિવારે સૌથી વધારે ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ હતી. સૌરાષ્ટ્રના પાંચ વિસ્તારોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પણ વટાવી ગયો હતો. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગરમી મહુવામાં 41.4 ડિગ્રી નોંધાઈ હતી.