Gujarat માં નવેમ્બર માસમાં પણ ગરમી યથાવત , પાંચ જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીને પાર
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) નવેમ્બર માસમાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના કેન્દ્રો પર લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેશે બીજી તરફ નવેમ્બરના બીજા અઠવાડિયામાં પણ તાપમાનમાં ઘટાડો નથી થયો તેની અસરો ખેતી પર પણ પડવાની ભીતી ખેડુતોમા સેવાઈ છે. જેમાં શનિવારે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ અને સૌથી ઠંડું શહેર
નલિયા રહ્યું છે.
Also read: Weather Update : દેશમાં કયારથી શરૂ થશે ઠંડીની શરૂઆત ? હવામાન વિભાગે કરી આ આગાહી
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ
હવામાન વિભાગના જાહેર કરેલા આકંડા મુજબ શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2.4 ડિગ્રી વધુ હતું. અમદાવાદનુ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ છે. આ ઉપરાંત ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું અને તે સામાન્ય કરતા 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.
Also read: બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…
હિમવર્ષા બાદ રાજ્યમાં ગુલાબી ઠંડીનો અનુભવ થશે
શનિવારે રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું હતું, જ્યાં 38.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું છે અને ત્યાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું.ગુજરાત સુધી ઠંડા પવનો અને ઠંડીનો અનુભવ થવા પાછળ મુખ્ય કારણ હિમાલય તરફથી આવતા ઠંડા પવનો હોય છે, એટલે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તે પછી રાજ્યમાં ગુલાબી ઠંડીનો અનુભવ શરૂ થઈ શકે છે.