આપણું ગુજરાત

ગુજરાતમાં ફરી 24 કલાકમાં નવ જણના ધબકારા બંધ થયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે નવ લોકોનાં મોત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક યુવાનનું કુવૈતમાં મોત થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકો જીવ ગુમાવ્યાં છે. જેમાં જગદીશ જાદવ,લક્ષ્મણદાસ આસવાણી અને ભાવનગર આવી રહેલા ઉમેશ માંડલિયાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેકથી જીવ જવાની ઘટનાઓ વારંવાર બહાર આવી રહી છે. શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકો હૃદયના હૂમલાથી મોતને ભેટ્યાં છે. સુરતના અમરોલીમાં સાહિલ રાઠોડ,પાંડેસરામાં સંજય સહાની અને વરાછામાં મહેશ ખાંમ્બરનું મોત નિપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.


વડોદરાની વાત કરીએ તો વીઆઈપી રોડ પરની અશોક વાટિકામાં રહેતા યુવાનને બેચેની જેવું લાગતાં જ તે ડોક્ટરને બતાવવા માટે ગયો હતો અને સારવાર દરમિયાન જ ઢળી પડ્યો હતો. જ્યારે અન્ય એક કેસની વાત કરીએ તો વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. તે ઉપરાંત પાટણમાં પણ એક આધેડનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. ચાણસ્માના રણાસણ ગામના સરપંચના પતિ કાનજીભાઈ પરમાર સિદ્ઘપુરમા દીકરીને ત્યાં ગયા હતાં અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.


ગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. તેમણે આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચનો હવાલો આપી આમ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.