ગુજરાતમાં Chandipura Virus થી 66 દર્દીઓના મોત, કુલ 153 કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ (Chandipura Virus) રાજ્યમાં કુલ 66 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 153 કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠમાં 16, અરવલ્લીમાં સાત, મહિસાગરમાં ત્રણ કેસ, ખેડામાં સાત કેસ, મહેસાણામાં નવ કેસ, રાજકોટમાં સાત કેસ, સુરેન્દ્રનગરમાં પાંચ કેસ સહિતનો સમાવેશ થાય છે. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના 19 કેસ દાખલ છે અને 68 દર્દીને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં કુલ 66 દર્દીના મોત
રાજ્યમાં 153 કેસ પૈકી સાબરકાંઠામાં પાંચ, અરવલ્લીમાં ત્રણ, મહિસાગરમાં બે, ખેડામાં બે, મહેસાણા અને રાજકોટમાં ચાર-ચાર, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ કોર્પોરેશનમાં છ, ગાંધીનગરમાં ત્રણ, પંચમહાલમાં સાત, જામનગરમાં ત્રણ, મોરબીમાં ચાર, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, દાહોદમાં ત્રણ, વડોદરામાં બે, નર્મદામાં એક, બનાસકાંઠામાં ત્રણ, વડોદરા કોર્પોરેશન દેવભૂમિ દ્વારકામાં એક-એક, કચ્છમાં ત્રણ, સુરત કોર્પોરેશન, ભરુચ, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, પાટણ સહિત કુલ 66 દર્દીઓના મોત થયા છે.
કુલ 6,802 શાળામાં સ્પ્રેઈંગ કામગીરી કરાઈ
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ તથા શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તથા આજુબાજુના વિસ્તારના ઘરો મળીને કુલ 47,728 ઘર ખાતે સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. વાયરલ એન્કેફેલાઈટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ-સ્પેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે. રાજયમાં કુલ 7,34,186 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે.
જ્યારે કુલ 1,49,203 કાચા ઘરોમાં સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવી છે. આ સાથે કુલ 29,890 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગ અને કુલ 6,802 શાળામાં સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવી છે. તેમજ કુલ 34,733 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ તથા કુલ 6,975 આંગણવાડી સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.