હાઈકોર્ટે સિલિકોસિસગ્રસ્ત લોકો અંગેની યોજનાઓ મામલે પ્રિન્સિપાલ સેક્રેટરીની એફિડેવિટ નકારી…

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની અરજી કરવામાં આવી છે. પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 અરજદારની અરજીની સુનાવણી સમયે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સપાલ સેક્રેટરીની અરજી નકારી હતી.
સુનાવણી સમયે સરકારી વકીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સિલિકોસિસથી મૃત્યુ પામતા દરદીઓના પરિવારજનોને રૂ. 3 લાખની મદદ સહિતની જોગવાઈઓ સાથે પોલિસી નક્કી કરી છે, જે આગામી બજેટ સેશન દરમિયાન રજૂ કરવામાં આવશે.
આ મામલે કોર્ટે નારાજગી દર્શાવતા કોર્ટને જણાવ્યું હતું કે આ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે.
રાજ્ય સરકારે માત્ર સપ્ટેમ્બર મહિનામાં પસાર કરેલા ઠરાવમા સુધારો કરવાની જરૂર છે. આ માટે બજેટ સેશનની જરૂર નથી. તમારે પોલિસી બનાવવાની જરૂર છે, જે તમે બનાવી નથી અને બજેટની વાતો કરો છો. કોર્ટે પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રમ અને રોજગાર વિભાગની એફિડેવિટ અસ્પષ્ટ ગણાવી હતી અને નકારી કાઢી હતી. નકારી નાખી હતી અને સ્પષ્ટ પોલિસી સાથે એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું હતું. હવે પછીની સુનાવણી 15 ડિસેમ્બરે થશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાત હાઈકોર્ટે સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજી ફગાવી



