આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratના અનેક જિલ્લાઓમાં આજે હળવાથી સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) આજે ભારે કે અતિભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. જોકે, કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે 14મી સપ્ટેમ્બરે પણ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન ગઈકાલે શુક્રવારે અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ અનેક વિસ્તારમાં હળવાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરેરાશ 10.32 મિલીમીટર વરસાદ થતા સિઝનનો સરેરાશ 36.69 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા નોકરી, ધંધા પરથી આવતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

આજે હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે હળવાથી સામાન્ય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભવાનાઓ છે.

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં વરસાદ

અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટની વચ્ચે વિવિધ વિસ્તારોમાં સાંજે છ વાગ્યા બાદ વરસાદ પડયો હતો. જેમાં પૂર્વ વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ વટવા, કાંકરિયા, મણીનગર, ઓઢવ, ઈસનપુર, રામોલ, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં સોલા, સાયન્સ સિટી, એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, જગતપુર વિસ્તારમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. બાકીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં મણીનગર, કાંકરિયા, ગીતામંદિર, જમાલપુર, આસ્ટોડીયા, ખોખરા, ઓઢવ સહિતના વિસ્તારોમાં મોડી રાત સુધી ઝરમર વરસાદ પડ્યો હતો.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ