આપણું ગુજરાતગાંધીનગર

ખુશખબર! રાજ્ય સરકારે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં કર્યો વધારો

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તબીબોના પગાર વધારાના નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ,ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે.

આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝીયોથેરાપીમાં રૂ.13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. 15,120 સ્ટાઇપેન્ડ મળશે. ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,00,800, બીજા વર્ષમાં રૂ.1,02,480, ત્રીજા વર્ષમાં રૂ.1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂ.1,10,880નો લાભ મળશે.

સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 તેમજ ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.

મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂ.75,600 અને બીજા વર્ષમાં રૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.50,400, બીજા વર્ષમાં રૂ.53,760 અને ત્રીજા વર્ષમાં રૂ. 57,120 ચૂકવવામાં આવશે. આ ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જુનીયર રેસીડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે.

GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂ. 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button