જુલાઈમાં ગુજરાતની GST આવકમાં 15 ટકા વધી, 10,381 કરોડની રેકોર્ડ આવક

અમદાવાદઃ ગુજરાત રાજ્યની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવક સતત વધતા સરકારી તિજોરીઓ છલકાઈ રહી છે. જુલાઈ-2025માં જીએસટી હેઠળ રૂા.6,702 કરોડની આવક થઈ હતી. જે જુલાઈ-2024માં થયેલ આવક રૂા.5,837 કરોડ કરતા 15 ટકા વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8 ટકા રહ્યો હતો.
રાજ્યને જુલાઈ-2025માં વેટ હેઠળ રૂા.2,620 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂા.1,038 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા.22 કરોડની આવક થઈ હતી. આમ, રાજય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા.10,381 કરોડની આવક થઈ હતી.
આ પણ વાંચો: UPI પછી હવે રોકડ પણ GST વિભાગની નજરમાં: વેપારીઓ સાવધાન, નોટિસ આવી રહી છે!
આવકમાં વધારાની સાથે સાથે, ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. જીએસટી લાગુ થયા પછી, 2024-2025 ના આર્થિક વર્ષમાં કરદાતાઓની સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત, મોબાઈલ સ્ક્વૉડ દ્વારા પણ રેવન્યુ કલેક્શનમાં મહત્વનો ફાળો આપવામાં આવ્યો છે. જુલાઈ 2025 માં, મોબાઈલ સ્ક્વૉડ દ્વારા 30.99 કરોડની આવક થઈ, જે ગયા વર્ષના સમાન મહિનામાં થયેલી 24.65 કરોડની આવક કરતાં 25.72 ટકા વધુ છે. આ આંકડા ગુજરાતના કર વિભાગની કાર્યક્ષમતા અને રાજ્યની વધતી જતી કરપાત્ર વસ્તી દર્શાવે છે.
જુલાઈ-2025માં મોબાઈલ સ્કવોડ દ્વારા અન્વેષણની કામગીરી થતી રૂા.30.99 કરોડની આવક થઈ હતી જે ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલ રૂા.24.65 કરોડ સામે 25.72 ટકા વધારે છે.