આપણું ગુજરાત

Gujarat માં એક વર્ષમાં 496 કરોડની જીએસટી ચોરી, દંડ પેટે 246 કરોડની વસૂલાત

અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વાંસદાના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં એક વર્ષમાં કુલ 496.62 કરોડની જીએસટી ચોરી થઈ છે. સરકાર દ્વારા જીએસટી ચોરી કરનારા પાસેથી કુલ કુલ 246.87 કરોડ રૂપિયાનું દંડ પેટે રકમ વસૂલવામાં આવી છે. નાણાંપ્રધાને કહ્યું હતું કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી-2025 દરમિયાન રાજ્ય કર વિભાગને જીએસટી હેઠળ રૂ. 67,079 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સમાન સમયગાળાની 58,447 કરોડની આવક સામે 15 ટકા વધારો દર્શાવે છે.

વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ.10,433 કરોડની આવક

ફેબ્રુઆરી-2025માં રાજ્ય કર વિભાગને જીએસટી હેઠળ રૂ.6,388 કરોડની આવક થઈ છે.જે ફેબ્રુઆરી-2024માં થયેલ આવક કરતાં 7 ટકા વધુ છે. ફેબ્રુઆરી-2025માં વેટ હેઠળ 2,807 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂ. 1217 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ.10,433 કરોડની આવક થઈ છે.

જીએસટી આવકનો ગ્રોથ 12 ટકા

નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 11 માસમાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ.1,09,192 કરોડની આવક થયેલ હતી. જાન્યુઆરી 2025માં રાજ્ય કર વિભાગને જીએસટી હેઠળ રૂ.6,873 કરોડની આવક થઈ છે. જે જાન્યુઆરી 2024માં થયેલ આવક કરતાં 17 ટકા વધુ છે. જાન્યુઆરી-2025 માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 12 ટકા છે.

Also read: ગુજરાતના જીએસટી અધિકારીએ સાતારામાં 640 એકર જમીન ખરીદી: વડેટ્ટીવાર

તે ઉપરાંત જાન્યુઆરી-2025માં વેટ હેઠળ રૂ.2,856 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂ.998 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ.21 કરોડની આવક થઈ હતી. રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ 10,748 કરોડની આવક થઈ હતી.નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ દસ માસમાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ.98,674 કરોડની આવક થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button