ગુજરાતની 14648 ગ્રામ પંચાયતો પાસેથી 12047 પાસે પોતાનું ભવન: સંસદમાં આપવામાં આવી માહિતી

અમદાવાદઃ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ પંચાયતી રાજ પ્રધાનને દેશમાં કેટલી ગ્રામ પંચાયત છે અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવા શું માપદંડો છે તે અંગે સવાલ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતની કેટલી ગ્રામ પંચાયતો પાસે પોતાનું ભવન છે તે અંગે સવાલ કર્યો હતો. આ ઉપરાંત ગ્રામ પંચાયતોને ડિજિટલ રૂપથી સશક્ત બનાવવા માટે શું પગલાં લેવામાં આવ્યા તેની વિગતો માંગી હતી.
આ પણ વાંચો: ગુજરાતની 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, કોણ બનશે પંચાયતોના પ્રધાન જી?
જેના જવાબમાં પંચાયતી રાજ પ્રધાન રાજીવ રંજન સિંહે જણાવ્યું, દેશભરમાં 2,63,989 ગ્રામ પંચાયતો પૈકી 2,63,989 ગ્રામ પંચાયતો પાસે મકાન છે. 2024-25 દરમિયાન વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશમાં 3301 ગ્રામ પંચાયત ભવનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશમાં 22,164 કમ્પ્યુટરને મંજૂરી આપવામાં આવી છે, જે પહેલા મંજૂર કરવામાં આવેલા 30,398 કમ્પ્યુટરથી વધારે છે. અત્યાર સુધીમાં ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર, દાદરા નગર હવેલી અને દીવ તથા લદ્દાખમાં 100 ટકા કમ્પ્યુટર પૂરા પાડવાની સૂચના આપવામાં આવી છે.
લોકસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, આંધ્રપ્રદેશની 13371 ગ્રામ પંચાયતો પૈકી 12139 ગ્રામ પંચાયત પાસે મકાન છે.. ગુજરાતની 14648 ગ્રામ પંચાયતો પૈકી 12047 ગ્રામ પંચાયત પાસે મકાન છે. છત્તીસગઢની 11693 પૈકી 11623 પાસે મકાન છે. મધ્ય પ્રદેશની 23011 ગ્રામ પંચાયત પૈકી 21556 ગ્રામ પંચાયત પાસે મકાન છે. જ્યારે મહારાષ્ટ્રની 27943 ગ્રામ પંચાયત પૈકી 23454 ગ્રામ પંચાયત પાસે મકાન છે.