આપણું ગુજરાત

સરકાર દ્વારા 24,700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીને લીલીઝંડી; કઈ રીતે થશે ભરતી પ્રક્રિયા પૂર્ણ ? જાણો અહી….

ગાંધીનગર: રાજ્યમાં TET-TAT પાસ ઉમેદવારો માટે સરકાર તરફથી મોટા સમાચાર મળી રહ્યા છે. સરકાર દ્વારા હવે કરાર આધારિત શિક્ષકોને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આજે સરકાર લગભગ 24,700થી વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી શકે છે. જો કે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લીલી ઝંડી આપતા ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે આનંદનો માહોલ છે.

આ પણ વાંચો: ABVP ભાજપ નો ભાગ નથી.:શિક્ષકોની ભરતીમાં ૧૧ મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિનો આદેશ રદ કરવા આવેદન પત્ર અપાયું

ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓની સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સામે કરેલા ઉગ્ર વિરોધના પખવાડિયામાં જ સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારીને હવે કાયમી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે. હવે આગામી ઓગષ્ટથી લઈને ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે.

ભરતી પ્રક્રિયા માટેનું સૂચિત કેલેન્ડર :

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.

સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો મળીને કુલ અંદાજે 4000 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 અને વિદ્યાસહાયક ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટે અંદાજે 5000 જગ્યાઓ તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

કયા પ્રમાણપત્ર રહેશે માન્ય:

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતીમાં ઉમેદવારી કરી શકશે. 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button