Top Newsઆપણું ગુજરાત
રાજ્ય સરકારના કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર, જાણો વિગત…

અમદાવાદઃ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો હતો. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઑક્ટોબર-2025 માસના પગાર-ભથ્થાં અને પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના ચૂકવવાપાત્ર હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જોકે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ નિર્ણય અનુસાર, ઑક્ટોબર-2025ના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર-ભથ્થાં/પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે.