ગુજરાત સરકારે આ વર્ગના કર્મચારીઓ માટે જાહેર કર્યું બૉનસ
રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. જેમાં વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળીની ખુશ ખબર આવી છે. રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મીઓને દિવાળી બોનસ માટે નાણા વિભાગની મંજૂરી આવી ગઇ છે. તેમાં પ્રત્યેક કર્મચારીઓને રૂપિયા 7000નું દિવાળી બોનસ મળશે, તેમ માહિતી ખાતાએ માહિતી આપી હતી.
રાજય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડનિગમના અદાજે 21,000 થી વધુ કર્મીઓને લાભ મળશે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7,000 હજારની મર્યાદામાં એડહોક બૉનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને રૂપિયા 7000 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અંદાજે 21,000થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.