Gujarat સરકારે બે વર્ષમાં 94 હજાર કરોડની લોન લીધી, ચૂકવણી અંગે કોઇ સ્પષ્ટતા નહિ

અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીકાળમાં ધારાસભ્યો દ્વારા સરકારને પૂછવામાં આવતા સવાલનો જવાબ સરકારના પ્રધાનો દ્વારા આપવામાં આવતો હોય છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારના પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 94 હજાર કરોડની લોન લીધી છે.
લોનની ચૂકવણી અંગે સ્પષ્ટતા નહિ
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલનો જવાબ આપતાં સરકાર તરફથી જણાવાયું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 94 હજાર કરોડની બજાર લોન લીધી છે. 2022-23માં 2થી13 વર્ષ માટે બજાર લોન લીધી હતી. રાજ્ય સરકારે 2022-23માં 7.35થી 7.82 ટકા વ્યાજે લોન લીધી હતી. જ્યારે 2023-24માં 2થી 10 વર્ષ માટે 7.18થી 7.66 ટકા વ્યાજે લોન લીધી હતી. રાજ્ય સરકારે 2 વર્ષ માટે લીધેલી આ લોનની કેટલી ચૂકવણી કરવામાં આવી અને કેટલી બાકી છે તેને લઈને કોઈ માહિતી રજૂ કરી નહોતી.
Also read: વિધાનસભાના અધ્યક્ષ તરીકે નાર્વેકર ફાઇનલ
વિકાસને આગળ ધપાવવા માટે ફંડ એકત્રિત કરવા પ્રયાસો
રાજ્ય સરકારે ગુજરાતના વિકાસને આગળ ધપાવવા માટે ફંડ એકત્રિત કરવા પ્રયાસો હાથ ધર્યાં છે. રાજ્યમાં અત્યારે સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે. આ ઉપરાંત ગ્રીન એનર્જી, પ્રવાસન ક્ષેત્ર અને પરીવહન ક્ષેત્રમાં બુલેટ ટ્રેન અને મેટ્રો રેલ જેવી મહત્વની કામગીરી થઈ રહી છે.