આપણું ગુજરાત

ગુજરાત સરકારનો ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો અંબાજીથી પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અંબાજીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મગાવવી પડતી હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત ઉત્પાદન કરે છે. અનેક વસ્તુઓની નિકાસ ભારત કરે છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં પહોંચ્યા બાદ મા અંબાના દર્શન કર્યા કરીને ચીખલામાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમ જ તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેની પૂણ્યતિથિ છે. સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષની શરૂઆત આદિવાસી વિસ્તારથી કરી રહ્યા છીએ. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવાનું સૌભાગ્ય મળ્યું છે. ભગવાન બિરસા મૂંડાની આજે જન્મજયંતી છે. આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ.

આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મંગાવવી પડતી હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત ઉત્પાદન કરે છે. અનેક વસ્તુઓની નિકાસ ભારત કરે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કોટનના કાપડની નિકાસ કરીએ છીએ. સ્માર્ટ ફોનનું ઉત્પાદન ભારતમાં થાય છે. સેમિક્ધડક્ટર ચીપનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. વડા પ્રધાને દૂરંદેશી દાખવી સેમિ કંડક્ટર ચીપને પ્રોત્સાહન આપ્યું છે. દેશના ૭૫ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઇ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજનાઓના લાભમાં એક પણ લાભાર્થી છૂટી ના જાય એ સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમ જ ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ૧૩૮૪૮ સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ત્રણ પ્રધાન સહિત વિવિઘ સાંસદો અને ધારાસભ્યો જોડાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button