આપણું ગુજરાત

ગુજરાત સરકારનો નિર્ણય; નગરપાલિકાઓને નગર સેવા સદન સ્થાપવા માટેની સહાયમાં વધારો

ગાંધીનગર: ગુજરાત સરકારે નગરપાલિકાઓના વિકાસ માટે એક મોટો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

મળતી વિગતો અનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગર સેવાસદનનું નિર્માણ માટે આપવામા આવતી સહાયની રકમ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.

આ પણ વાંચો: દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ, ૮૨ હજારથી વધુને મળશે લાભ

‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓની સહાય વધી

ઉલ્લેખનીય છે કે ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના દિશાનિર્દેશો રાજ્ય સરકારે આપ્યાં છે. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂ. 2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

કેટલી સહાય મળશે?

તે ઉપરાંત ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 6 કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. રાજ્યની ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પ્રવર્તમાન સ્થિતિએ નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 3 કરોડ મળવાપાત્ર થશે.

રિપેરિંગ કે એક્સપાન્શન કરવા માટે પણ સહાય

આ સાથે જ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, નગરપાલિકાઓના હયાત નગર સેવાસદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન કરવા માટે જે-તે નગરપાલિકાઓને નવા નગરસેવાસદન બનાવવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ આ હેતુસર અપાશે. હાલના ધોરણો અનુસાર અ વર્ગની 34 નગરપાલિકાઓ, બ વર્ગ ની 37, ક વર્ગ ની 61 અને ડ વર્ગની 17 નગર પાલિકા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button