Gujarat સરકારનો જાહેર સલામતીને મામલે મોટો નિર્ણય, ગેમીંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર

ગાંધીનગર: Gujaratમા રાજકોટ ગેમઝોન કાંડ બાદ નિયમોને લઇને ભીંસમાં મુકાયેલી સરકારે જાહેર સલામતીને મામલે મોટો નિર્ણય લીધો છે. જેમાં સરકારે ગેમીંગ એક્ટિવિટી નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ અંગે જોગવાઈ કરવામાં આવી છે.
તમામ લાયસન્સ અને પરમિટ વગેરે પ્રદર્શિત કરવા પડશે
આ નિયમોમાં પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા વિવિધ પ્રકારની NOC લેવી ફરજિયાત છે. જેમાં ગેમીંગ ઝોનમાં અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે. તેમજ ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. BU સર્ટિફિકેટ, ફાયર NOC,તમામ લાયસન્સ અને પરમિટ વગેરે પ્રદર્શિત કરવા પડશે.
રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે
આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે.
૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCRના કરવામાં આવી છે.
પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં
મુખ્યમંત્રીએ આવા ગેમીંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાનો નિર્ણય લીધો છે.
Also Read –