Gujarat સરકારનો મોટો નિર્ણય, મોડા આવતા અને વહેલા જતા કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાશે

અમદાવાદ : ગુજરાતની(Gujarat) સરકારી ઓફીસોમાં કર્મચારીઓની હાજરી મુદ્દે મળેલી ફરિયાદ અને પ્રકાશમાં આવેલી વિગતો બાદ સરકાર સફાળી જાગી છે. તેમજ હવે સામાન્ય વહીવટ વિભાગે કર્મચારીઓની હાજરી અંગે એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં હવે સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું અને ઓફિસ છોડવી પડશે. જેમાં પરિપત્ર મુજબ સવારે સવારે 10 :40 સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનું રહેશ અને સાંજે 6:10 કલાકે ઓફિસ છોડવાની રહેશે. જ્યારે સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની અડધા દિવસની રજા કાપવામાં આવશે.

કર્મચારીઓની હાજરી અંગે પરિપત્ર જાહેર કર્યો
નોંધનીય છે કે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ સમયસર હાજરી માટે ડિજીટલ એટેન્ડન્સ સિસ્ટમ
નો અમલ કર્યો હતો. આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવાનું આયોજન હતું. જોકે, આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતા રહેતા કર્મચારીઓની હાજરી અંગે પરિપત્ર જાહેર કર્યો છે.
અગાઉ સામાન્ય વહીવટ વિભાગે અનેક પરિપત્રો જાહેર કર્યા હતા
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના આ પરિપત્ર સરકારી ઓફિસમાં કર્મચારી વચ્ચે ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ પૂર્વે પણ અનેક વાર સરકારી કર્મચારીઓની હાજરી મુદ્દે સામાન્ય વહીવટ વિભાગે અનેક પરિપત્રો જાહેર કર્યા હતા. જોકે તેનો અમલ કરવામાં બેદરકારી પણ જોવા મળી છે. તેવા સમયે ફરી એકવાર સરકારી કર્મચારીઓની હાજરી મુદ્દે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે હવે તેનો અમલ કેવી રીતે કરાશે તે એક મોટો પ્રશ્ન છે.