આપણું ગુજરાત

ગુજરાત સરકાર Green Energy ને પ્રોત્સાહિત કરશે, 100 ગીગાવોટની કેપેસિટી સ્થાપિત કરશે

ગાંધીનગર : કેન્દ્ર સરકારે વર્ષ-2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના(Green Energy)લક્ષ્યાંક નકકી કર્યો છે. જેના પગલે ગુજરાત પણ અંદાજીત 100 ગીગાવોટ કરતાં વધુ કેપેસીટી સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. આ અંગે જણાવતા જેનાથી રાજયના સસ્ટેનેબલ વિકાસ અને ઊર્જા સુરક્ષાને વેગ મળશે તથા સસ્તા દરે વીજળી પણ ઉપલબ્ધ થશે. જેમાં વર્ષ 2047 સુધીમાં ગુજરાતને ઝીરો કાર્બન કરવાનું આયોજન છે.

આ પણ વાંચો: Gujarat માં ગ્રીન એનર્જીને વેગ અપાશે, ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા સરકારના પ્રયાસો…

ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે 12,548 મેગાવોટ

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સ્થપાયેલ 48,588 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો પૈકી ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે 12,548 મેગાવોટ છે. જે સમગ્ર દેશમાં સ્થપાયેલ વિન્ડ પ્રોજેકટના 26 ટકા જેટલી એટલે કે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. ગુજરાતમાં સ્થાપિત સોલાર પ્રોજેક્ટોની વીજક્ષમતા આશરે 18,125 મેગાવોટ છે.જે દેશમાં સ્થપાયેલ સોલાર પ્રોજેકટના 18 ટકા જેટલી છે. રાજ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોની કુલ સ્થાપિત ક્ષમતા 32,924 મેગાવોટ છે. જે સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા 2,14,677 મેગાવોટની સાપેક્ષે 15 ટકા જેટલી છે.

૩ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ

તેમણે કહ્યું કે,મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ દેશની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનું યોગદાન આપી શકે તે માટે મોદીએ પી.એમ. સૂર્ય ઘર યોજના જાહેર કરી છે. જે થકી સમગ્ર દેશમાં 1 કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવાનું આયોજન છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ ૩ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. જે દેશના 40 ટકા છે,જેમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે.

ગ્રીન ગ્રોથ પર ખાસ ભાર મૂક્યો

તેમણે કહ્યું કે,સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જની વિપરીત અસરોનો સામનો કરી રહ્યું છે. ત્યારે સરકારે કોલસો ગેસ જેવા પ્રદૂષણ કરતા બળતણનો ઉપયોગ ઓછો કરવા અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથપર ખાસ ભાર મૂક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button