આગામી 10 વર્ષમાં 2 લાખથી વધુ લોકોની ભરતી કરશે ગુજરાત સરકાર…

ગાંધીનગર: સામાન્ય વહિવટ વિભાગ માટેની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. વર્ષ-૨૦૨૫-૨૬ ની સામાન્ય વહીવટ વિભાગની રૂ. ૩૯૯.૮૮ કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ઋષિકેશ પટેલે સરકાર દ્વારા કરવામાં આવનારી ભરતી અંગે માહિતી આપી હતી.
Also read : Gujarat સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે વધારાની બે કરોડની ગ્રાન્ટ…
2.06 લાખ જગ્યાઓ પર થશે ભરતી
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયેજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪ થી ૨૦૩૩ માટે ૧૦ વર્ષિય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે અનુસાર આગામી ૧૦ વર્ષમાં અંદાજે કુલ-૨,૦૬,૯૯૧ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
Also read : Gujaratના બૃહદ ગીરમાં વન્યજીવોની સલામતી સુનિશ્ચિત કરાઇ, સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત
ભાવનગર ખાતે સ્થપાશે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર
આ દરમિયાન તેમણે સેવા સેતુ કાર્યક્રમ અંગે માહિતી આપતા કહ્યું હતું કે દસમા તબક્કામાં મળેલ કુલ ૧૭,૬૫,૬૦૪ અરજીઓમાંથી ૧૭,૬૫,૫૯૫ (૯૯.૯૯ %) અરજીઓનો નિકાલ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના વધુ કાર્યભારણને ધ્યાને લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે અને તે માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષે રૂ. ૨.૫૦ કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે.