આપણું ગુજરાત

ગુજરાત સરકાર ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી કરશે

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે મકાઈ માટે રૂપિયા 2,225 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઇબ્રિડ) માટે 3,371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદંડી) માટે 3,421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે 4,290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ સાથે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે લઘુતમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી કરવામાં આવશે જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળી શકે.

લઘુતમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી રાજ્યભરમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે 01/04/2025 થી 30/04/2025 સુધી થશે. ખરીદી 01/05/2025 થી 15/07/2025 સુધી હાથ ધરાશે. નોંધણી માટે તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. નોંધણી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણીની સમયમર્યાદા વધારાઈ; આ તારીખ સુધી કરી શકાશે નોંધણી…

નોંધણી માટે જરૂરી પુરાવાની વિગત

  • આધાર કાર્ડની નકલ
  • અદ્યતન ગામ નમૂનો
  • 7/12, 8/અ તેમજ જો પાકની વાવણી અંગેની જાણકારી 7/12 કે 8/અ માં ન હોય તો તલાટીના સહી-સિક્કા ધરાવતો દાખલો
  • ખેડૂતના નામે બેંક ખાતાની વિગત
  • બેંક પાસબુકની ઝેરોક્સ નકલ અથવા કેન્સલ ચેકની નકલ

ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એસએમએસ દ્વારા ખરીદીની માહિતી આપવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવું પડશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ માલ ખરીદી શકશે, જેની નોંધ લેવી જરૂરી છે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો ખોટા દસ્તાવેજો અપલોડ કરાયા હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં તમારો ક્રમ રદ થશે અને ખરીદી માટે તમને જાણ કરવામાં નહીં આવે, કૃપા કરીને આ બાબતનું ધ્યાન રાખવું. નોંધણી બાબતે કોઈ સમસ્યા જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરવો. જેથી તમારી સમસ્યાનું સમાધાન મળી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button