આપણું ગુજરાત

ગુજરાતની આ સરકારી સેવાએ તોડ્યો ઑનલાઈન બુકિંગનો રેકોર્ડ

દિવાળી દરમિયાન રાજ્ય પરિવહન (એસટી) વિભાગનો લોકોએ ભરપૂર ઉપયોગ કર્યો છે. જેના કારણે એસટીની આવકમાં ધરખમ વધારો થયો છે. આ વખતે પણ એસટી નિગમ દ્વારા 8000 બસોનું સંચાલન થયું હતું. જેમાંથી વિભાગને દિવાળીના પર્વમાં કુલ 48.13 કરોડની આવક થઈ છે. જોકે આ વખતે રાજયની આ સરકારી સેવાએ એક રેકોર્ડ તોડ્યો છે. જેમાં 15 તારીખના રોજ 1,21,329 સીટનું ઓનલાઇન બુકિંગ કરી સમગ્ર ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બન્યો છે.

આ વખતે રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે. જેમાં દિવાળીના પર્વમાં કુલ 48.13 કરોડની આવક થઈ છે. આ વચ્ચે એસટી વિભાગને 7.41 કરોડની એક્સ્ટ્રા સંચાલન દ્વારા આવક થઈ છે. તેમજ કુલ 3,12,179 મુસાફરો એક્સ્ટ્રા બસના સંચાલનનો લાભ લીધો હતો.


ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસટી વિભાગ દ્વારા લગભગ 20 થી 30 ટકા વધારે બસોનું સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે 1500 જેટલી બસોનું સંચાલન કરાયું હતું. જ્યારે આ વર્ષે 2200 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરાયું છે. જે એ જ બતાવે છે કે મુસાફરોની સંખ્યામાં આ વખતે ગત વર્ષની સરખામણીએ વધુ વધારો નોંધાઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…