આપણું ગુજરાત

ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર મૂક્યો વિશેષ ભાર, ટ્રેક્ટરની ખરીદી પર મળે છે આટલી સહાય…

Gujarat Agriculture News: ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર અનેક યોજના ચલાવે છે. જેનો લાભ લઈને ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે.

Also read : Gujarat નું સહકાર મોડેલ સફળ, સહકારી બેંકોની ડિપોઝીટમાં રૂપિયા 6500  કરોડનો વધારો

ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૪,૦૮૮ જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેકટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.

Also read : Gujarat સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે વધારાની બે કરોડની ગ્રાન્ટ…

ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં ટ્રેકટર ખેડૂતોનું મુખ્ય કૃષિ સાધન છે. ટ્રેક્ટરની મદદથી ઘણા પ્રકારના કૃષિ સાધનો અથવા કૃષિ મશીનરીનું સંચાલન કરી શકાય છે. આવી સ્થિતિમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં ખેડૂતો પણ ટ્રેક્ટર ખરીદી શકે તે માટે સરકાર સબસિડીનો લાભ આપે છે. તાજેતરમાં રજૂ થયેલા ગુજરાત બજેટમાં ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા 1512 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button