2025 માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પબ્લિક હોલિ-ડે લિસ્ટ, જાણો ક્યારે રહેશે રજાઓ?
![Gujarat government issues 11.75 lakh property cards](/wp-content/uploads/2024/12/gujarat-vidhan-sabha.webp)
અમદાવાદઃ ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા પબ્લિક હોલિ-ડે લિસ્ટ (public holiday list 2025) જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2025માં કુલ 20 જાહેર રજા રહેશે. જેમાં મકર સંક્રાંતિ, મહાશિવરાત્રિ, હોળી, ઈદ ઉલ ફિતર સહિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જન્મદિવસ પર રજા રહેશે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પબ્લિક હોલિ-ડે લિસ્ટમાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં એક-એક જાહેર તથા માર્ચમાં બે જાહેર રજા રહેશે.
![](/wp-content/uploads/2024/12/gujarat-government-holiday-list.jpeg)
એકતા દિવસ પર રહેશે રજા
ગુજરાત સરકારના પબ્લિક હોલિ-ડેના લિસ્ટમાં એપ્રિલમાં ચાર રજા છે. મે મહિનામાં કોઇ રજા નથી. જૂનમાં એક રજા રહેશે. જે બાદ ઑગસ્ટમાં સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમીની રજા રહેશે. સપ્ટેમ્બરમાં એક જાહેર રજા રહેશે. જ્યારે ઑક્ટોબરમાં સૌથી વધુ છ રજા રહેશે. ગુજરાત સરકારે ગાંધી જયંતી, દશેરા, દિવાળી, ગુજરાતી નવું વર્ષ, ભાઈબીજ અને સરદાર પટેલની જન્મ જયંતિ પર રજા રહેશે. ગુજરાત સરકારના કેલેન્ડર મુજબ, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં એક-એક જાહેર રજા રહેશે. નવેમ્બરમાં ગુરુનાનાક જયંતિ અને ડિસેમ્બરમાં ક્રિસમસના દિવસે રજા રહેશે.
Also read:ગુજરાત સરકારે Vidya sahayak ની 13582 જગ્યાઓ માટે સંયુક્ત ભરતીની જાહેરાત કરી
રાજ્ય સરકારે 20 પબ્લિક હોલિ-ડે ઉપરાંત પાંચ અન્ય દિવસને જાહેર રજાના લિસ્ટમાં નથી મૂક્યા. જેમાં ગણતંત્ર દિવસ, ચેટીચાંદ, શ્રીરામ નવમી, મોહરમ અને રક્ષાબંધન સામેલ છે. આ તમામ રજા બીજા અને ચોથા શનિવારે આવી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યુ છે કે મુસ્લિમ સમાજના તહેવારોની તિથિમાં બદલાવ થઈ શકે છે, આ સ્થિતિમાં મુસ્લિમ કર્મચારઓને વિકલ્પ તરીકે રજા આપવામાં આવશે.