ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નુકશાની પેટે સરકારે 1098 કરોડથી વધુની ચૂકવણી કરી

ગાંધીનગર : ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નુકશાની પેટે સરકારે 1098 કરોડથી વધુની ચૂકવણી કરી છે. તેમજ કમોસમી વરસાદના સહાય અમે સરકારે રૂપિયા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા પણ રાજ્ય સરકારે સાત દિવસ સુધી વધારી છે.
કુલ 29. 80લાખથી વધુ અરજીઓ કરવામાં આવી
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE/VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ 29. 80લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા તબક્કાવાર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન: રાહત પેકેજની જાહેરાત છતાં સહાયની રકમ ઘટાતા ખેડૂતોમાં રોષ
ત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય
જેમાં આજદિન સુધીમાં કુલ 4.91 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂપિયા 1497 કરોડથી વધુના બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોને પણ તબક્કાવાર તેમના બેંક ખાતામાં ઝડપથી સહાય ચૂકવવામાં આવશે. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.



