ગુજરાતમાં મંત્રીઓને મળી હોળી ભેટ, પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો…

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મંત્રીઓને હોળી ભેટ આપી હતી. સરકારે એક હુકમ કરીને રાજ્ય સરકારના તમામ મંત્રીઓના પ્રવાસ દરમિયાન રોકાણ અને ભોજન માટે મળતા ભથ્થામાં લગભગ અઢી ગણો વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના હુકમ અનુસાર મંત્રીઓ જે શહેરમાં રોકાવાના હોય તેની કક્ષા પ્રમાણે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
Also read : ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ
આ વધારો ગયો વર્ષના 8 નવેમ્બરથી મંજૂર કરવામાં આવ્યો હોવાથી મંત્રીઓને તે દિવસથી આજ સુધી જે પ્રવાસ કર્યો હશે તેના ભથ્થામાં એરિયર્સની ગણતરી કરી તફાવતની રકમ પણ આવતા મહિનાના તેમના પગારમાં ઉમેરીને આપવામાં આવશે.આ હુકમ અનુસાર એક્સ કેટેગરીના શહેરોમાં 1 હજારને બદલે 2600 રૂપિયા, વાય કેટેગરીના શહેરમાં 800 રૂપિયાના બદલે 2100 રૂપિયા અને ઝેડ કેટેગરીના શહેરમાં 500 રૂપિયાના બદલે 1300 રૂપિયા ભાડું દૈનિક હિસાબે આપવામાં આવશે.
Also read : નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી, જુનાગઢને મળશે મેયર
વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો માટે સંકુલમાં હોળીના તહેવારની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભોજન અને સંગીત સાથે ભવ્ય કાર્યક્રમ સચિવાલય સંકુલમાં વિધાનસભાની બહાર આવેલા મેદાનમાં યોજાશે.