ગુજરાત સરકારે વર્ગ-૩ની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-૩ ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. રાજ્ય સરકારે વર્ગ-૩ની ભરતી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. પરંતુ હવે વર્ગ-૩ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ ૨૧ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ગ-૩ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં.