ગુજરાત સરકારે લાભ પાંચમે નિવૃત્ત અને બોર્ડ નિગમના કર્મચારીઓ માટે લાભપ્રદ જાહેરાત કરી
અમદાવાદ: ગુજરાત સરકારના નાણાં વિભાગે શનિવારે લાભ પાંચમના દિવસે પેન્શન ધારકોને લાભ કરાવ્યો છે. નાણાં વિભાગે જણાવ્યું હતુ કે, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરીને તેમાં વધારો કરાશે. આ ઉપરાંત તા.૩૦મી જુનના રોજ વય મર્યાદાએ નિવૃત થતા કિસ્સામાં ઇજાફો આપવાનો મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યના જાહેર બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓને નવી જાહેરાત મુજબ, રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે ૨૧-૦૩-૨૦૨૦નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન ૧૦૦ ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે. જોકે, કર્મચારીઓએ પેંશનનો વધારો લેતા પહેલા કોર્ટ માં કરેલી અરજી પરત ખેંચવી પડશે.
રાજ્યના નાણાં વિભાગે શનિવારે મહત્વની જાહેરાત કરી હતી કે, સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રાજ્ય સરકારે નિર્ણય લીધો કે, ૧ જાન્યુઆરી ૨૦૦૬ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી વય મર્યાદાએ નિવૃત થયેલા કેસમાં ૩૦ જૂનનો ઇજાફો આકારી પેંશન સુધારા કરવાનો રહેશે. તા.૧લી જાન્યુવારી ૨૦૨૩ બાદ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં તા.૩૦મી જૂનનો ઇજાફો પેન્શનમાં મળવા પાત્ર રહેશે. આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચારીઓ સહિત અનુદાનિત સસ્થાઓના છઠ્ઠા પગાર પચનો લાભ હાંસલ કરનારા સન્માન પ્રકારને લાભ મળશે. ૨૦૦૬ થી ૨૦૨૨ સુધીના અને હાલ ૨૦૨૩ ના નિવૃત્ત થનારા સરકારી કર્મચારીઓને આ વધારાનો લાભ મળશે. પરિપત્રમાં ચોખવટ કરી છે કે, હવે પેન્શનમાં ઈજાફો એડ થશે.