આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં બુલડોઝર એક્શન વિરુદ્ધ અરજી કરનારને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો, આપ્યો આ આદેશ…

નવી દિલ્હી : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામોને તોડવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, સરકારની આ કાર્યવાહીને પડકારતી અને કોર્ટના તિરસ્કારની અરજીને સુપ્રીમ કોર્ટે સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના જજ બીઆર ગવઇ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અરજદારને તેમની ફરિયાદ સાથે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Also read : Gujarat સરકારે બે વર્ષમાં 94 હજાર કરોડની લોન લીધી, ચૂકવણી અંગે કોઇ સ્પષ્ટતા નહિ

અહીંથી દરેક કેસ પર નજર રાખવી મુશ્કેલ

જ્યારે અરજદારના વકીલે પોતાની દલીલમાં કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અરજદારની ખાનગી જમીન પર બાંધવામાં આવ્યા હતા. આ પછી સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને પૂછ્યું કે તમે હાઈકોર્ટ કેમ નથી જતા? અહીંથી દરેક કેસ પર નજર રાખવી અમારા માટે મુશ્કેલ બનશે. અમે હાલની અરજી સાંભળવા તૈયાર નથી.

અરજદારની દલીલ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન

અરજદારના વકીલ પારસનાથ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના અને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને એક આરોપીના ત્રણ ઘર અને એક ઝૂંપડું તોડી પાડવામાં આવ્યું હતું. ગુજરાતમાં લઘુમતી સંકલન સમિતિના કન્વીનર અરજદારે દાવો કર્યો હતો કે અધિકારીઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં અમદાવાદમાં ત્રણ મકાનો તોડી પાડીને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હતું.

Also read : ‘જાહેર જગ્યાઓએ સ્તનપાન માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે’ સુપ્રીમ કોર્ટેનો કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ

કારણ દર્શક નોટિસ આપ્યા વિના ડિમોલિશન ન કરવું જોઈએ

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2024 માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્થાનિક મ્યુનિસિપલ કાયદા દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં અથવા કારણ દર્શક નોટિસ આપ્યા વિના અને નોટિસ બજાવવાની તારીખથી 15 દિવસની અંદર કોઈપણ ડિમોલિશન કરવું જોઈએ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button