આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Ram Mandir: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા

ગાંધીનગર: 22મી તારીખે અયોધ્યાના રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા અંગે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ હોવા મળી રહ્યો છે. આ દિવસના કાર્યક્રમને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે, ત્યારે ગુજરાત સરકારને પણ આ દિવસે રજા જાહેર કરવાની અરજીઓ મળી હતી, જેને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે પણ રાજયમાં અડધા દિવસની રજા જાહેર કરી છે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારની તમામ કચેરીઓ તથા સરકારની તમામ સંસ્થાઓ તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરના 2:30 સુધી બંધ રહશે. રાજ્યના તમામ લોકો ઉજવણીમાં ભાગ લઇ શકે એ માટે રાજ્ય સરકરે આ નિર્ણય લીધો છે.

લોકો રામ લલ્લાના દર્શન કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉપરાંત કેટલાક રાજ્યોએ રજા જાહેર કરી છે. ગુજરાત સરકારને મળેલી અરજીઓને ધ્યાનમાં રાખીને આ દિવસે અડધા દિવસની રજા જાહેર કરી છે. જે લોકો અયોધ્યા નથી જઈ શકવાના તેઓ ટીવી કે મોબાઈલ ફોન પર આ દ્રશ્યો નિહાળી શકશે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીની સાંજથી ઉત્તર પ્રદેશમાં ઘરો, ઘાટો અને મંદિરોમાં દીવા પ્રગટાવવાનું અહવાન કર્યું છે. રાજ્યની તમામ ઓફિસો, શાળાઓ, કોલેજોને સજાવટ કરવાનો આદેશ પણ આપ્યો છે. રાજ્યમાં 22મી જાન્યુઆરીએ દિવાળી જેવા તહેવારની ઉજવણી કરવા જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button