મોદી નિવૃત્ત થશે? ભૂપેન્દ્ર પટેલ જશે? જાણો જ્યોતિષીઓનો મત

અમદાવાદઃ તાજેતરમાં થયેલા ચંદ્રગ્રહણની રાજકીય અસરો અંગે એક ગંભીર આગાહી કરી છે. તેમના મતે, આ ખગોળીય ઘટનાની અસર આગામી ડિસેમ્બર મહિના સુધી જોવા મળશે, જેના કારણે ગુજરાત રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, તેમણે રાજકીય નેતાઓની સુરક્ષા અંગે કાળજી રાખવાની અને રાજ્યમાં આંદોલનો, હડતાળો અને હિંસક બનાવો વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહી ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જ્યોતિષોએ રાજકીય નહીં પરંતુ સામાજિક પરિસ્થિતિ અંગે પણ ચેતવણી આપી
જાણીતા જ્યોતિષાચાર્ય વિનોદ રાવલ અને જીતુભાઈ સોની સહીત અગાહીકાર અંબાલાલ પટેલે માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક પરિસ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં રાજ્યમાં આંદોલનો, હડતાળો અને તાળાબંધી જેવી ઘટનાઓ વેગ પકડશે. તેમણે તો અહીં સુધી કહ્યું છે કે રક્તરંજિત બનાવો બનવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. આ તમામ અસરો આગામી ડિસેમ્બર મહિના સુધી જોવા મળશે તેમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે. એટલે કે આગામી ત્રણ મહિનામાં કંઈ નવાજૂની થવાની શક્યતા છે.
રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ચર્ચા
ગુજરાતમાં આગામી સમયમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Election) યોજાવાની છે. તે પહેલાં જ અનેક જ્યોતિષોએ મહત્વની રાજકીય આગાહી કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, તાજેતરમાં જે ચંદ્રગ્રહણ થયું તેની અસર રાજ્ય અને દેશની સરકાર પર પણ જોવા મળશે.
રાજ્યના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો થઈ શકે છે
જ્યોતિષોની આગાહી અનુસાર, આ ચંદ્રગ્રહણની અસરથી રાજ્યના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો થઈ શકે છે. કેટલાક રાજકીય નેતાઓને પડતા મુકવામાં આવી શકે છે, જ્યારે પક્ષા-પક્ષી પણ ખૂબ જોવા મળશે. તેમણે એમ પણ જણાવ્યું છે કે સરકારે કોઈપણ મોટા નિર્ણયો લેતા પહેલા ખૂબ ધ્યાન રાખવું પડશે, કારણ કે તેની ગંભીર અસરો થઈ શકે છે. આ સાથે, રાજકીય નેતાઓની સુરક્ષા અંગે પણ વધુ કાળજી રાખવાની જરૂર પડશે.
આ આગાહીથી સ્પષ્ટ થાય છે કે આગામી કેટલાક મહિનાઓ ગુજરાતના રાજકારણ અને સામાજિક જીવન માટે ખૂબ જ ગતિશીલ અને સંઘર્ષપૂર્ણ રહી શકે છે, અને આ તમામ ઘટનાઓ પર ગ્રહણનો પ્રભાવ જોવા મળી શકે છે.