આપણું ગુજરાત

ગુરુપૂર્ણિમા પહેલા સરકારે શિક્ષકોને કર્યા ખુશ : મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો કર્યા જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષકોને બદલીને લઈને સારા સમાચાર આવ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે રાજ્ય સરકારે બદલીના નિયમો જાહેર કર્યા છે. જેમાં જિલ્લા આંતરિક બદલની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈશે. અગાઉ બદલીના નિયમો જાહેર કરવા શિક્ષકોએ આંદોલન કર્યુ હતું. શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે બદલીના નિયમો અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.

ગુજરાતમાં શિક્ષકો દ્વારા મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવા માટે કરાયેલ આંદોલન બાદ હવે રાજ્યમાં મુખ્ય શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (HTAT)ની બદલીને લઇને શિક્ષણ પ્રધાને ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરૂજનોને રાજ્ય સરકારની ભેટ છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ છે.

HTAT મુખ્ય શિક્ષકના બદલી અંગેના ઠરાવની જાહેરાત:
રાજય સરકારે મુખ્ય શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (HTAT) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોને માટે બદલી નિયમો જાહેર ક૨વામાં આવ્યા છે.

મહેકમ ગણવાની પધ્ધતિ:

  • બાલવાટીકાથી ધો-૫ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • ધો-૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • બાલવાટીકાથી ધો-૮ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(2) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે.
(3) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયાનતાથી ભ૨વાની ૨હેશે.
(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.
(5) દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.
(6) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨ સમાવવામાં આવશે.
(7) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

  • બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.
  • આંતરિક /જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: ૫૬ વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button