ગુજરાત સરકારે શિક્ષકોની ફેરબદલીના નિયમો જાહેર કર્યા, જાણો…
Gujarat News: રાજ્યમાં શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. શિક્ષણ સહાયક-મદદનીશ શિક્ષકની બે વર્ષની સેવા પૂરી થઈ હશે તો તેઓ ફેરબદલી કરાવવા ઈચ્છતા હોય તો તેમણે ઓનલાઇન અરજી કરવી પડશે. તેમજ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાની કચેરીને મોકલી આપવી પડશે. અરજી મળ્યા બાદ કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે બાદ જરૂરી મંજૂરી મળ્યા બાદ ફેરબદલીના હુકમો ઓનલાઈન જ કરવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat માં તાપમાનમાં ફેરફાર નોંધાયો, લઘુત્તમ તાપમાન ઘટતા સવારે ઠંડીનો અનુભવ
જિલ્લા ફેર-બદલીઓ અંગેની અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ મેરીટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક-મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ ૩૦ પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ,વિધવા, ત્યક્તા, વિધુર માટે ૮ પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ ૧૦ પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ છેલ્લા ૩ વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને લઇ વધુમાં વધુ ૧૦ પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા શિક્ષકોએ તબીબી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. વિધવા,વિધુર,ત્યક્તાના કિસ્સામાં તેઓએ વિધવા અથવા વિધુર હોવા અંગેનું તથા પુન:લગ્ન ન કરેલા હોવા અંગેનું સ્વ-પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
આ પણ વાંચો : Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષનાર ‘રણોત્સવ’નો રંગારંગ પ્રારંભ; શું છે વિશેષતાઓ..
ગંભીર રોગ અને બીમારીઓના કિસ્સામાં જિલ્લા ફેરબદલી કરવાની સત્તા માત્ર સરકાર કક્ષાએ જ રહેશે. આ માટે તબીબી પંચ દ્વારા નક્કી કરવામાં આલા ગંભીર રોગોને ધ્યાને લેવામાં આવશે.