આપણું ગુજરાત

Gujarat પાણી પુરવઠા ક્ષેત્રે અગ્રેસર, 20,000 કરોડના ખર્ચે પાણી પૂરવઠા ગ્રીડનું નિર્માણ…

ગાંધીનગર : ગુજરાત(Gujarat)વિધાનસભામાં મંત્રી કુંવરજી બાવળિયાએ રાજ્યમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલાં પરિવર્તન વિશે વાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લાં 23 વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં ખૂબ કામ થયાં છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં 20,000 કરોડથી વધુ રકમના ખર્ચે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયું છે. જે થકી 3250 કી.મી.બલ્ક પાઇપલાઇનનું નિર્માણ કરાયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના 18,152 પૈકી 15,687 ગામો તેમજ 251 શહેરોને નર્મદા તથા અન્ય સરફેસ સ્રોતથી જોડ્યા છે.

ચાલુ વર્ષે 23 જૂથ યોજનાઓનાં કામો પૂર્ણ કર્યા

જેના દ્વારા સમગ્ર રાજ્યમાં 372 જૂથ યોજનાઓ હેઠળના 1432 હેડ અને સબહેડવર્ક થકી 4.36 કરોડ લોકોને દૈનિક 3200 મિલિયન લીટર પાણી પૂરું પાડે છે. ચાલુ વર્ષે 23 જૂથ યોજનાઓનાં કામો પૂર્ણ કર્યા છે. જેમાં 804 ગામોનો સમાવેશ થયેલ છે.

ચાર લાખ પાણીના નમૂનાઓની ચકાસણી કરવામા આવી

રાજ્યના નાગરિકોને ગુણવત્તાવાળુ પાણી મળે તેના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં પાણી ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યકક્ષાએ–1,જિલ્લા કક્ષાએ-33 અને તાલુકા કક્ષાએ-41 એમ NABL દ્વારા માન્યતા પ્રાપ્ત કુલ 80 લેબોરેટરી છે. જેમાં ચાલુ વર્ષે કુલ ચાર લાખ પાણીના નમૂનાઓની ચકાસણી કરવામા આવી છે.

આ પણ વાંચો : Gujarat માં નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાનું પાણી મળશે…

પાણી પુરવઠા વિભાગના ડિપોઝિટ વર્ક તરીકે શહેરી વિસ્તારની ભૂગર્ભગટર યોજનાઓ અંગે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં 97 ભૂગર્ભ ગટર યોજનાઓ અને 89 એસ.ટી.પી.નાં કામો પૂર્ણ કરાયાં છે. જ્યારે 28 એસ.ટી.પી.નાં કામો પ્રગતિ હેઠળ છે.

ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ

વર્ષ 2025-26 માટે મંજૂર કરવામાં આવેલી વિવિધ યોજનાઓની વિગતો આપતા જણાવ્યું કે જલજીવન મિશનના રાજ્ય ફાળા માટે રૂ. 2239.08 કરોડ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 1911.90 કરોડ, નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 950.00 કરોડ, ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્ય સરકાર પીવાના પાણીની વિવિધ યોજનાઓના ઝડપી અમલીકરણ માટે કટિબદ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button