શિષ્યવૃતિને લઈને સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને વધ્યા ધરમધક્કા!
અમદાવાદ: શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે આપવામાં આવતી શિષ્યવૃતિને લઈને સરકારે નવો ફતવો બહાર પાડ્યો છે. સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હવે હેરાન થવાનો વારો આવ્યો છે. સરકારે શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા ફેરફારો કર્યા છે. વિદ્યાર્થીઓના બેંક ખાતા, જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકારે હવે શિષ્યવૃત્તિ સાથે રેશનકાર્ડ લિંક કરવાની નવી સિસ્ટમ અમલમાં મૂકી છે.
આ પણ વાંચો : ગુજરાતની છોરી જીતી ગઇ મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિ સીધી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જ આપવામા આવે છે. જો કે સરકારના જ સમાજ કલ્યાણ વિભાગ સહિત આ સાથે સંકળાયેલા ખાતાઓની બેદરકારીના લીધે વિદ્યાર્થીઓ તેમને સરકાર તરફથી મળતી શિષ્યવૃતિથી વંચિત રહે છે. જો કે હવે સરકારે નવો ફતવો બહાર પાડ્યો છે.
હવે સરકારે નવો ફતવો બહાર પાડીને વિદ્યાર્થીઓની શિષ્યવૃતિની સહાયમાં રેશનકાર્ડને બેંક એકાઉન્ટ સાથે જોડવા જણાવ્યું છે. જો કે આ માટે હવે સરકારે આખા શિક્ષણ તંત્રને જોતર્યું છે. વિદ્યાર્થીઓને ગણવેશ સહાય, સરસ્વતી સાધન સહાય સહિતની યોજનાઓની સહાય વર્ષોથી બેંક એકાઉન્ટમાં જ જમાં થાય છે, જો કે હવે રેશનકાર્ડને વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃતિની રકમ ઘણી સામાન્ય રકમ છે. આ માટે સરકારે બેંક ખાતા, જાતિ સહિતની તમામ વિગતો સરકાર પાસે છે. ત્યારે સરકારે રાશનકાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિન્ક કરાવવાનો નવો આદેશ આપ્યો છે. જો કે એક તરફ E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. મજૂરી અને કામ કરનારા વાલીઓને નવા ધક્કા ખાવાનો વારો આવ્યો છે.