આપણું ગુજરાતનેશનલ

ત્રણ વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાતને 4 હજાર કરોડનું ફંડ : જળ શક્તિ મંત્રી

નવી દિલ્હી: સંસદમાં ફરી એકવાર વરસાદી પાણીના સંગ્રહનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે શું શું કામ કર્યું છે? આ તમામ માહિતી રાજ્યસભામાં આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે જલ શક્તિ અભિયાન હેઠળ ગુજરાતને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. કેન્દ્રએ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT 2.0) હેઠળ ગુજરાત માટે વોટર બોડી કાયાકલ્પ પ્રોજેક્ટ માટે રૂ. 651 કરોડના 188 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવ્યો પ્રશ્ન:
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના વોટરશેડ ડેવલપમેન્ટ ઘટક હેઠળ, કેન્દ્રએ છેલ્લાં ત્રણ વર્ષથી વધુ વર્ષોમાં ગુજરાતને કુલ રૂ. 218 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. આ માહિતી સોમવારે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જલ શક્તિ રાજ મંત્રી ભૂષણ ચૌધરીએ આપી હતી. સંસદમાં મંત્રીએ કહ્યું હતું કે 2024 માં જળશક્તિ અભિયાન અંતર્ગત કેચ ધ રેન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં 2,855 જળ સંરક્ષણ અને વરસાદના પાણી ના સંગ્રહનું કાર્ય પૂર્ણ કર્યું છે. 3,305 પરંપરાગત જળાશયો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. 6,009 બોર રિચાર્જની કામગીરી કરવામાં આવી છે અને 15,848 વોટરશેડ રોપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ફટકો, કપાસ, તેલીબિયા અને મગફળીનું પુષ્કળ વાવેતર

વરસાદી જળ સરંક્ષણ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા:
સાંસદ પરિમલ નથવાણીએ વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ અને શહેરી સ્તરે કરવામાં આવેલા કામનો હિસાબ માંગ્યો હતો. આ ઉપરાંત, વિવિધ યોજનાઓ હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળ અંગે અને વરસાદના પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે રાજ્યોને કોઈ પ્રોત્સાહનો આપવામાં આવે છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સંસદમાં જલ શક્તિ મંત્રીના નિવેદન અનુસાર વરસાદી પાણીના સંગ્રહ દ્વારા જળ સંરક્ષણ એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક છે. કેન્દ્ર સરકાર ટેકનિકલ અને નાણાકીય સહાય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયત્નોને પૂરક બનાવી આપે છે કારણ કે પાણી રાજ્ય યાદીનો વિષય છે.

આટલી રકમ ફાળવવામાં આવી:
મંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) અને AMRUT 2.0 મિશન માટે રૂ. 77,650 કરોડના મંજૂર યોજનાના ભંડોળમાંથી પાણી પુરવઠા ક્ષેત્ર માટે રૂ. 39,011 કરોડની નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં, આશરે રૂ. 1,13,358.44 કરોડના ખર્ચના 3,543 પાણી પુરવઠા પ્રોજેક્ટને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, મંત્રીએ કહ્યું કે AMRUT 2.0 હેઠળ, 5432.21 કરોડ રૂપિયાના ખર્ચના 2,713 વોટર બોડી કાયાકલ્પ પ્રોજેક્ટને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…