ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ…
ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાશક્તિના ઉત્થાન પર સરકારે વિશેષ ફોક્સ કર્યું
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) શાસનને આવતીકાલે (12 ડિસેમ્બર, 2024) બે વર્ષ પૂર્ણ થશે. મુખ્યપ્રધાનના દ્રષ્ટીવંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસયાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ‘ટીમ ગુજરાતે’ (Team Gujarat) પણ વડાપ્રધાનના આ વિકસિત ભારત @ ૨૦૪૭ સંકલ્પને વિકસિત ગુજરાતથી (Viksit Gujarat) પાર પાડવાની નેમ રાખી છે.
આ પણ વાંચો : હોળી-ધૂળેટીના કારણે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ બદલાયો
મુખ્યપ્રધાનના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાશક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન ઉપર ફોકસ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બે વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જન-જનને અનુભૂતિ કરાવી છે. મુખ્યપ્રધાનના નેતૃત્વમાં રાજ્ય સરકાર તા. ૧૨મી ડિસેમ્બર, ગુરૂવારે તૃતીય વર્ષમાં પદાર્પણ કરશે તે અવસરને પણ ‘ગ્યાન’ આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરીને તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે તા.૧૨મી ડિસેમ્બર, ગુરૂવારના દિવસનો પ્રારંભ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નરોડામાં 300 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે.
મુખ્યપ્રધાનના ‘ગ્યાન’ના બીજા મહત્વપૂર્ણ પિલ્લર એવા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની નેમ સાથે સવારે ૧૧ કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ૫૮૦ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવાના છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘અન્નદાતા’ને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુએડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને મુખ્યપ્રધાન આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે.
મુખ્યપ્રધાન ગુરુવારે સાંજે ૩૦૦ જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ-હબ ખાતે યોજનારા એક કાર્યક્રમમાં સંવાદ-વાતચીત કરશે.
આ પણ વાંચો : Gujarat માં ઠંડીને લઈ પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી, જૂઓ Video
મહિલા ઉદ્યોગ સાહસિકો સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં ૫૨%નો વધારો થયો છે. મુખ્યપ્રધાનના ‘ગ્યાન’નો ચોથો સ્તંભ એવી નારીશક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટ અપ ઇનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે.