ગુજરાતને મળ્યા નવા પ્રદેશ પ્રમુખ, પણ દેશને ક્યારે મળશે? જાણો શું છે યુપી કનેકશન…

નવી દિલ્હીઃ ગુજરાતમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના પ્રદેશ પ્રમુખ ચૂંટાયા બાદ હવે નજર ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પર છે. આ મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં સંગઠન ચૂંટણી ન થવાના કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અટકી છે. પક્ષના બંધારણ મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઓછામાં ઓછા 19 રાજ્યોમાં સંગઠન ચૂંટણી થવી જરૂરૂી છે. જોકે ભાજપે 25થી વધુ રાજ્યોમાં સંગઠન ચૂંટણી પૂરી કરી લીધી છે, પરંતુ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ન થવાના કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અટકી છે.
ક્યા રાજ્યોમાં ચૂંટણી છે બાકી
હવે કર્ણાટક, યુપી, ત્રિપુરા, હરિયાણા અને દિલ્હીના સંગઠન ચૂંટણી જ બાકી છે. ઉત્તર પ્રદેશથી પીએમ મોદી અને ગુજરાતથી ગૃહ પ્રધાન અમિત શાહ રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ બન્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષના નામાંકન પર તેમના હસ્તાક્ષર થશે. તેથી જ્યાં સુધી યુપીની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ નહીં થઈ શકે,
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ સામાજિક સમીકરણોના આધારે નક્કી કરવા નથી માંગતી. સૂત્રો મુજબ કોઈ ચોંકાવનારું નામ નહીં હોય. અધ્યક્ષ બનવા માટે જે પણ નામ ચર્ચામાં છે તેમાંથી જ કોઈ એકની પસંદગી થઈ શકે છે. આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, જો કોઈ કારણસર બિહાર ચૂંટણી પહલેા નવા અધ્યક્ષનું નામ જાહેર નહીં થાય તો ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ જ કરવામાં આવશે.
આરએસએસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓનો સંપર્ક કરાશે
નવા ભાજપ અધ્યક્ષના નામની પસંદગી માટે આરએસએસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ ભાજપના પૂર્વ અધ્યક્ષ, વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાન, આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા અને બંધારણીય પદો પર રહેલા નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે, 88 વરિષ્ઠ નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને નવા અધ્યક્ષ અંગે અભિપ્રાય લેવામાં આવશે. કોઈ વરિષ્ઠ નેતા તેમના તરફથી જે પણ નામનું સૂચન કરશે તેના પર વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ અન્ય નામ નક્કી થશે તો તેમનો અભિપ્રાય પણ લેવામાં આવશે.
ભાજપના અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે થાય છે?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે. આ ચૂંટણી મંડળમાં રાષ્ટ્રીય પરિષદ અને પ્રદેશ પરિષદો ના સભ્યોનો સમાવેશ થાય છે. ભાજના બંધારણ મુજબ, ચૂંટણી મંડળના ઓછામાં ઓછા વીસ સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી લડવા ઈચ્છુક વ્યક્તિના નામનો સંયુક્ત રીતે પ્રસ્તાવ કરે છે. આ સંયુક્ત પ્રસ્તાવ જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીઓ થઈ ચૂકી હોય તેવા ઓછામાં ઓછા પાંચ રાજ્યમાંથી આવવો જોઈએ. નામાંકન પત્ર પર ઉમેદવારની સ્વીકૃતિ પણ હોવી જરૂરી છે.
કોણ બની શકે છે અધ્યક્ષ
ભાજપના બંધારણ મુજબ, જેણે ઓછામાં ઓછા ચાર મુદત માટે પક્ષના સક્રિય સભ્ય તરીકે અને ઓછામાં ઓછા 15 વર્ષ સુધી પ્રાથમિક સભ્ય તરીકે કામ કર્યું હોય તે જ અધ્યક્ષની ચૂંટણી એ જ વ્યક્તિ લડી શકે છે. ભાજપે સંગઠનનું કામકાજ સરળ બનાવવા માટે દેશને 36 રાજ્યોમાં વહેંચેલો છે. ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે એ જરૂરી છે કે અડધાથી વધુ રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ થઈ ચૂકી હોય.
આ પણ વાંચો…એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ બનશે ભાજપના પ્રમુખઃ આવતીકાલથી પદ સંભાળે તેવી શક્યતા