ભરતી પરીક્ષાઓની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર: GSSSB દ્વારા ૧૨ પરીક્ષાઓની તારીખ જાહેર…

ગાંધીનગર: દિવાળીના તહેવાર સમયે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોની કુલ ૧૨ જાહેરાતોની MCQ-CBRT (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ) પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ નવેમ્બર, ૨૦૨૫ માં લેવાશે.
મંડળ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, વિવિધ વિભાગોમાં વર્ગ-૩ની જગ્યાઓ માટેની પરીક્ષાઓનું આયોજન નીચે મુજબ છે:
પરીક્ષાની તારીખ | જગ્યાનું નામ |
૧૫/૧૧/૨૦૨૫ | લેબોરેટરી આસીસ્ટન્ટ |
૧૫/૧૧/૨૦૨૫ | સ્થાપત્ય મદદનીશ |
૧૫/૧૧/૨૦૨૫ | ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ |
૧૭/૧૧/૨૦૨૫ | બાગાયત નિરીક્ષક |
૧૭/૧૧/૨૦૨૫ | અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) |
૨૧/૧૧/૨૦૨૫ | ફાયરમેન કમ ડ્રાઇવર |
૨૧/૧૧/૨૦૨૫ | એક્સ-રે ટેકનીશિયન |
૨૫/૧૧/૨૦૨૫ | સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ |
૨૬/૧૧/૨૦૨૫ | સર્વેયર |
૨૬/૧૧/૨૦૨૫ | ઓપરેશન થિયેટર આસીસ્ટન્ટ |
૨૯/૧૧/૨૦૨૫ | મ્યુનિસિપલ ઈજનેર |
કોલ લેટર સંબંધિત સૂચનાઓ
મંડળે સ્પષ્ટતા કરી છે કે આ MCQ – CBRT પરીક્ષાઓના કોલ લેટર સંબંધિત તમામ સૂચનાઓ હવે પછી મંડળની અધિકૃત વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને નિયમિતપણે વેબસાઇટ તપાસતા રહેવા માટે સલાહ આપવામાં આવી છે. વિવિધ ૧૨ પરીક્ષાઓની તારીખ જાહેર થતાં જ હજારો ઉમેદવારોએ તેમની તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.