ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય Rivaba Jadejaએ ગણેશ મંડપમાં બનાવ્યા લાડુ
જામનગરઃ દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે અને ગણેશ મંડપોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાનો(Rivaba Jadeja)એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાના મતવિસ્તાર જામનગર ઉત્તરમાં ભગવાન ગણેશના મંડપમાં લાડુ બનાવી રહ્યા છે
હું આયોજકોનો પણ આભાર માનું છું
રિવાબાએ કહ્યું કે , દેશભરમાં ગણેશ મહોત્સવનું આયોજન અને ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ભગવાન ગણેશને 4,000 લાડુ ચઢાવવામાં આવે છે અને અમારી 50 થી વધુ બહેનો આ માટે કામ કરી રહી છે. હું દરેકને મારી શુભકામનાઓ આપું છું. આ પ્રસંગે હું આયોજકોનો પણ આભાર માનું છું.
રવિન્દ્ર જાડેજા પણ ભાજપમાં જોડાયા છે
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી20 વર્લ્ડ કપ 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી છે અને તે પોતાની પત્ની રિવાબા સાથે નવી ઇનિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પણ પત્નીની જેમ રાજકારણ તરફ વળ્યા અને ભાજપનું સભ્યપદ લીધું છે. રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા માટે પ્રચાર પણ કર્યો હતો અને તે ઘણા રોડ શોમાં પણ જોવા મળ્યો હતો. તેમના પત્ની રિવાબા 5 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. 2022 માં પાર્ટીએ તેમને જામનગર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા જેમાં તેઓ જીત્યા હતા.