આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાતને મળી શકે છે ત્રણ નવા જિલ્લા: સરકાર લઈ શકે છે મોટો નિર્ણય…

ગાંધીનગર: હાલ ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા ત્રણ જિલ્લાઓનો સમાવેશ થઈ શકે છે. સરકાર રાજ્યમાં ત્રણ નવા જિલ્લાની જાહેરાટ કરી શકે છે. હાલ રાજ્યમાં નવા 3 જિલ્લાઓ પુનઃ રચના માટે સરકારમાં વિચારણા ચાલી રહી છે. સરકારે છેલ્લે 2013માં 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા, જો કે તેના અગિયાર વર્ષ બાદ ફરી નવા જિલ્લાઓની જાહેરાત થાય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : હે મા…માતાજીઃ નવરાત્રી પહેલા જ શ્રીફળના ભાવમાં ઉછાળો, ભક્તિ પણ મોંઘી…

હાલ ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ અસ્તિત્વમાં છે. જ્યારે સરકાર ત્રણ નવા જિલ્લાની રચના કરવા જઈ રહી છે. જેમાં હાલના બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી નવા જિલ્લાઓની રચના કરવામાં આવી શકે છે. બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બનાવવામાં આવી શકે છે. તે સિવાય મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે.

કયા તાલુકાનો થશે જિલ્લામાં સમાવેશ?

સરકાર દ્વારા જે ત્રણ નવા જિલ્લાના રચનાની ચર્ચા થઈ રહી છે તે માટે હાલના બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના અમુક તાલુકાઓને સમાવીને નવા જિલ્લાઓનું નિર્માણ થઈ શકે છે. વિરમગામ જિલ્લા માટે હાલના અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, તેમજ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાનો સમાવેશ કરી નવો જિલ્લો બનાવી શકે છે. ઉપરાંત વડનગર જિલ્લા માટે મહેસાણાના વડનગર, ખેરાળુ, ઊંઝા, વિસનગર, સતલાસણા અને બનાસકાંઠાના વડગામ તાલુકાનો સમાવેશ થઈ શકે છે. જ્યારે રાધનપુર અથવા થરાદ જિલ્લા માટે બનાસકાંઠાના રાધનપુર, વાવ, સૂઈગામ, લાખણી તેમજ પાટણના સાંતલપુર તથા કચ્છના રાપર તાલુકાનો સમાવેશ થઈ શકે છે.

આ મામલે દિવાળી બાદ સરકાર આખરી નિર્ણય લે તેમ મનાય રહ્યું છે. આ મામલે નવા જિલ્લાના વિસ્તાર અને હદના સીમાંકનની કાર્યવાહીને લઈને સરકારે કામગીરી આદરી છે. જો કે આ દરમિયાન સરકાર નવા તાલુકાઓની પણ રચના કરી શકે છે. જેમાં જુનાગઢ સિટી, સૂઇગામ, થાનગઢ, ધોલેરા, વીંછીયા, ફાગવેલ ગલતેશ્વર, બોડેલી, જેસર સહિત અનેક નવા તાલુકાઓની પણ રચના થઈ શકે છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…