Gandhinagar નજીક પીપળજમાં દીપડો દેખાયો, વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું…
અમદાવાદ : ગુજરાતના પાટનગર ગાંધીનગરની(Gandhinagar)નજીક આવેલા પીપળજ ગામમાં ફરી દીપડો દેખાયો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જેમાં ગામના છોકરાઓએ દીપડો જોયો હોવાના અહેવાલ છે. જેના પગલે વનવિભાગે આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની ફૂટપ્રિન્ટ મળી આવી છે. જેથી હવે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તેમજ નિષ્ણાતો દ્વારા ફૂટ પ્રિન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. જ્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ફૂટ પ્રિન્ટ યુવા માદા દિપડીની હોવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અગાઉ સચિવાલય અને તે પહેલા ઇન્દ્રોડા પાર્કમાં દીપડો દેખાયો હોવાની ઘટના બનેલી છે. જો કે અત્યાર સુધી દીપડાએ કોઇને ઇજા પહોંચાડી હોય તેવી ઘટના બની નથી.ઇન્દ્રોડા પાર્ક અને સંસ્કૃતિ કુંજની પાછળની તરફે નદીની કોતર છે અને નદીનો વિસ્તાર છે. ચાર વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો