આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે રાજ્યમાં 1,300થી વધુ દવા મળશે નિઃશુલ્ક

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે.

આ પણ વાંચો : Ganeshotsav 2024 વખતે અમદાવાદથી કોંકણ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120 થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button