Surat માં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વલસાડ અને બારડોલીમાં પણ મેધમહેર

સુરત : ગુજરાતમાં(Gujarat)ચોમાસાની(Monsoon 2024) વિધિવત શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતી ઉભી થઈ છે. જેમાં સુરતમાં(Surat)શનિવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે સમગ્ર શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના પગલે સુરત કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ ઘોવાયો છે. જેના લીધે લોકોને હાલાકી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી રસ્તાઓ પર ભરાયા હતા. જેના પગલે વાહનચાલકો પણ અટવાયા હતા. સુરતના ડભોલી,સિંગણપોર અને કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
કારણે નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા
સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં બારડોલી, કડોદરા, પલસાણા સહિત વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બારડોલીમાં ગટરમાંથી પાણી બેક મારી રહ્યા છે. જેના લીધે લોકોની મુશ્કેલી વધી રહી છે. આ ઉપરાંત કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા.
આ પણ વાંચો : મુંબઈથી નાનું હોવા છતાં પણ સુરત છે પણ ગેરકાયદે ટિકિટ બુકિંગ અને એજન્ટનું હબ
વાપીમાં બે કલાકમાં 4 ઇંચ જેટલો
જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. જેમાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 3.9, મહુવા(સુરત)માં 1.9, સંખેડામાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3, ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો નોંધાયો છે.