ગુજરાતના ખેડૂતોને ફાયદો, બે વર્ષમાં બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો...
આપણું ગુજરાત

ગુજરાતના ખેડૂતોને ફાયદો, બે વર્ષમાં બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો…

ગાંધીનગર : ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે.

બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસર, યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. બીજ નિગમ દ્વારા ગત વર્ષે કુલ 3. 68 લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જેની સામે ચાલુ વર્ષ 2025-26 માં આશરે 3.40 લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.

125 થી વધુ જાતોના ગુણવત્તાયુક્ત બિયારણોનું ઉત્પાદન સહ વેચાણ
આ અંગે વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, બીજ નિગમ દ્વારા ઘઉં, ડાંગર, મગફળી, હા.દિવેલા, સોયાબીન, ચણા, મગ અને જીરૂ સહિત કુલ 24 મુખ્ય પાકોની અંદાજે 125 થી વધુ જાતોના ગુણવત્તાયુક્ત બિયારણોનું ઉત્પાદન સહ વેચાણ કરવામાં આવે છે.

છેલ્લા ત્રણ વર્ષથી બીજ નિગમ દ્વારા બિયારણનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે. નિગમ દ્વારા ચાલુ વર્ષ 2025-26 માં 3.75 લાખ ક્વિન્ટલ બીજ ઉત્પાદનનું તેમજ વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 4 લાખ ક્વિન્ટલથી વધુ બીજ વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

બિયારણના ઉત્પાદનમાં 1.30 લાખ ક્વિન્ટલ વધારો
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, બીજ નિગમ દ્વારા વર્ષ 2022-23 માં કુલ 2.38 લાખ ક્વિન્ટલ બિયારણના ઉત્પાદન સામે ગત વર્ષ 2024-25 માં કુલ 3.68 લાખ ક્વિન્ટલ બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે કે, માત્ર બે જ વર્ષમાં બિયારણના ઉત્પાદનમાં 1.30 લાખ ક્વિન્ટલ વધારો જોવા મળ્યો છે.

તેવી જ રીતે, વર્ષ 2022-23 માં કુલ 2.49 લાખ ક્વિન્ટલ બિયારણના વિતરણ સામે ગત વર્ષ 2024-25 માં 2.97 લાખ ક્વિન્ટલ બિયારણનું વેચાણ કરવામાં આવ્યું હતું. એમાં પણ, માત્ર બે જ વર્ષમાં 48,000 ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો…ખેડૂતો માટે ખુશખબર: જરૂરિયાત મુજબ પાંચથી વધુ યુરિયા ખાતરની બેગ મળશે…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button