આપણું ગુજરાત

કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં 25%થી વધુ ડૉક્ટર-પેરામેડિકલ સ્ટાફની અછત…

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં કરવામાં આવેલી ટિપ્પણીમાં રાજ્યમાં 25 ટકા જેટલા ડોકટરોની અછતનો આંકડો જાહેર થયો હતો. આ અહેવાલમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં ડૉક્ટરોની 25 ટકા કરતા વધુ અછત નોંધાઈ હતી.

ડૉક્ટરોની 25 ટકા કરતા વધુ અછત
ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં ડૉક્ટરોની 25 ટકા કરતા વધુ અછત નોંધાઈ છે. પેરામેડિક્સની કમી 19 જિલ્લાઓમાં વધી રહી છે. મહિલા અને બાળકોના આરોગ્ય કેન્દ્રોમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની જગ્યાઓમાંથી 28 ટકા ખાલી છે, જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં આ આંકડો 36 ટકા છે અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં 51 ટકા સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો : Gujarat ના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે 116 રેનબસેરા, 435.68 કરોડ રૂપિયા મંજૂર કર્યા

પેરામેડિક્સની 46 ટકા જગ્યાઓ હજુ ખાલી
રાજ્યની જિલ્લા હોસ્પિટલોમાં ડૉક્ટરોની 18 ટકા, નર્સોની 7 ટકા અને પેરામેડિક્સની 46 ટકા જગ્યાઓ હજુ ખાલી છે. રાષ્ટ્રીય સ્વસ્થતા અભિયાન યોજનામાં પણ સ્થિતી ચિંતાજનક છે. જ્યાં 8,208 મંજૂર જગ્યોમાંથી 1,510 જગ્યો ખાલી છે. આ સિવાય, ભારતીય નર્સિંગ કાઉન્સિલના ધોરણો પ્રમાણે નર્સિંગ કોલેજો અને સ્કૂલોમાં 76 ટકા શૈક્ષણિક કર્મચારીની અછત નોંધાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button